બંધારણની વિશેષતા
આપણું બંધારણ અનેક રીતે વિશેષ અને ખાસ કહી શકાય તેવું છે. આપણા દેશનું બંધારણ વિશ્વમાં સૌથી મોટું લેખિત બંધારણ છે. બંધારણ ની શરૂઆત આમુખથી થાય છે. આમુખ એટલે પ્રસ્તાવના. એમાં શાસનના પાયા રૂપ સિદ્ધાંતો અને ધ્યેયોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ બંધારણની કેટલીક વિશેષતાઓ વિશે આપણે જાણીશું.
લોકશાહી
ભારતે લોકશાહી શાસન પદ્ધતિ અપનાવી છે. લોકશાહીની બહુ જ પ્રચલિત અને સરળ ભાષામાં અપાયેલી વ્યાખ્યા મુજબ લોકોનું ,લોકો દ્વારા, અને લોકો માટે ચાલતું શાસન એટલે લોકશાહી.પ્રજાને સત્તા કે ચલણ વાળું પ્રજાના વહીવટ વાળુ શાસન ભારતમાં સામાન્ય રીતે દર પાંચ વર્ષે ચૂંટણીઓ યોજાય છે. જેમાં લોકો પોતાના પ્રતિનિધિઓ પસંદ કરે છે ચૂંટાયેલા સભ્યો પાંચ વર્ષ લોકોનું પ્રતિનિધિત્વ કરે છે. દેશનો નાગરિક જાતિ જ્ઞાતિ કે ધર્મના ભેદભાવ વગર ચૂંટણીમાં ઉમેદવારી કરી શકે છે સ્વતંત્રતા એ લોકશાહીનું મહત્વનું પાસું છે.
- બંધારણના નિર્માણ વખતે મતાધિકાર માટે 21 વર્ષની ઉંમર નક્કી કરવામાં આવી હતી .
- બંધારણ અમલી બન્યાના 39 વર્ષ પછી ઈસવીસન 1989 માં બંધારણનો 61મો સુધારો કરવામાં આવ્યો ત્યાર પછી મતાધિકાર માટેની ઉંમર 18 વર્ષ નક્કી કરવામાં આવી.
બિનસાંપ્રદાયિક
ભારત બિનસાંપ્રદાયિક દેશ છે. બિનસાંપ્રદાયિક એટલે દેશનો શાસન કોઈ સંપ્રદાયની કે ધર્મની માન્યતા ને આધારે ન ચાલે. સંપ્રદાયને આધારે એક કે બીજા નાગરિક વચ્ચે ભેદભાવ કે પક્ષપાત રાખતું ન હોય .દરેક નાગરિકને ધર્મ કે સંપ્રદાય સંબંધી કેટલીક સ્વતંત્રતાઓની ખાતરી આપણા બંધારણમાં આપવામાં આવી છે. તેના આધારે નાગરિકને પોતપોતાના ધર્મ પાળવાની માન્યતા ધરાવવાની અને તેનો પ્રચાર પ્રસાર કરવાની સ્વતંત્રતા આપવામાં આવી છે.
પ્રજાસત્તાક
ભારત પ્રજાસત્તાક રાષ્ટ્ર છે પ્રજાસત્તાક એટલે જેમાં લોકોના હાથમાં સત્તા હોય તેવું રાષ્ટ્ર. જેમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ વહીવટ સંભાળતા હોય છે. રાષ્ટ્રના વડા નું સ્થાન રાજાશાહીની જેમ વંશ પરંપરાગત હોતું નથી. પણ તેઓ પરોક્ષ મતદાનથી ચૂંટાય છે .આ વ્યવસ્થામાં પંચાયતી સંસદ સુધીના તમામ હોદ્દાઓ જાતિ જ્ઞાતિ કે ધર્મ જેવા કોઈ ભેદભાવ વગર તમામ નાગરિકો માટે ખુલ્લા હોય છે.
સોર્સ ધોરણ 8 સામાજિક વિજ્ઞાનનું પાઠ્યપુસ્તક
Post a Comment