Ration card E-kyc step by step process
Ration card E-kyc step by step process | ઘરે બેઠા રેશન કાર્ડમાં KYC કેવી રીતે કરવું જાણો, ખાલી ખોટા કોઈને પૈસા આપવાની જરૂર નથી |તમારું રાશન કાર્ડ ઈ કેવાયસી છે કે નથી ઘરે બેઠા મોબાઈલથી ચેક કરો
Ration Cardની E KYC પ્રક્રિયાને લઈને ઘણા લોકોના મનમાં પ્રશ્ન હોય છે. એવામાં જાણો તમે ઘરે બેઠા ઓનલાઈન E KYC કેવી રીતે કરાવી શકો છો અને તેના માટે કયા કયા દસ્તાવેજ જોઈશે. તમામ રેશનકાર્ડ ધારકો માટે eKYC (Know Your Customer) ફરજિયાત બનાવ્યું છે. eKYC પ્રોસેસ પૂર્ણ કરવાથી તમારો રેશનકાર્ડ સક્રિય રહેશે અને તમને સરકારી રાશનના લાભો મળશે. eKYC પ્રોસેસ સમયસર પૂર્ણ કરવી જરૂરી છે. જો eKYC પૂર્ણ ન કરવામાં આવે તો તમારો રેશનકાર્ડ અમાન્ય થઈ શકે છે, અને તમે રાશનના લાભો મેળવવા માટે પાત્ર ન રહી શકો.
રેશનકાર્ડ eKYCના મુખ્ય ઉદ્દેશ્ય
લાભાર્થીઓની ઓળખમાં પારદર્શિતા લાવવી: eKYC પ્રક્રિયા દ્વારા રેશનકાર્ડ ધારકોની સત્યતાની ખાતરી કરી શકાય છે, જેથી માત્ર યોગ્ય અને યોગ્ય વ્યક્તિઓને જ રાશનના લાભો મળી શકે.
ડુપ્લિકેટ અને બોગસ રેશનકાર્ડ્સ દૂર કરવાં: eKYC દ્વારા ડુપ્લિકેટ અને બોગસ રેશનકાર્ડ્સની ઓળખ કરી શકાશે અને તેમને સિસ્ટમમાંથી દૂર કરી શકાશે, જેનાથી નકલી લાભાર્થીઓને મળતા લાભો બંધ થશે.
સરકારી યોજનાઓમાં પારદર્શિતા અને કાર્યક્ષમતા વધારવી: eKYC પ્રોસેસ સરકારની વિવિધ સહાય યોજનાઓમાં પારદર્શિતા લાવીને, સરકારના ખર્ચમાં બચત અને કાર્યક્ષમતા વધારવા માટે મદદરૂપ છે.
ડાયરેક્ટ બેનેફિટ ટ્રાન્સફર (DBT) લાગુ કરવું: eKYC પ્રોસેસ દ્વારા લાભાર્થીઓના આધાર કાર્ડને તેમની બેન્ક એકાઉન્ટ સાથે લિંક કરીને સીધો નાણાકીય સહાય યોજનાઓનો લાભ આપી શકાય છે.
ફૂડ સબસિડીના ફંડનું યોગ્ય વિતરણ: eKYCથી નક્કી થાય છે કે ફૂડ સબસિડી ફંડ વાસ્તવમાં યોગ્ય અને પાત્ર વ્યક્તિઓ સુધી પહોંચે, જેથી રાજ્યના નાગરિકોને તેમની જરૂરિયાતો માટે પૂરતું રાશન મળી શકે
રેશનકાર્ડ માં આધાર કાર્ડ લિંક કરવા માટે ડોક્યુમેન્ટ Ration Card Aadhar link gujarat documents 2024
e-KYC માટે જરૂરી માહિતી: ration card e-kyc gujarat online login
રેશનકાર્ડ નંબર, મોબાઈલ નંબર, અને આધાર નંબર જરૂરી છે.
કોઈ દસ્તાવેજની ઝેરોક્ષ કોપી આપવાની જરૂર નથી.
e-KYC માટે બેંક એકાઉન્ટની વિગતો આપવાની જરૂરી નથી.
આધાર કાર્ડને રેશન કાર્ડ સાથે E-KYC કરવા માટે રીત Gujarat Ration Card KYC 2024
- My Ration gujarat Mobile Application: આ એપ્લિકેશનના માધ્યમથી કુટુંબના તમામ સભ્યોનું e-KYC ઘેર બેઠા કરી શકાય છે.
- ઈ-ગ્રામ કેન્દ્ર (V.C.E.) મારફત: ગ્રામ્ય વિસ્તારોમાં રેશનકાર્ડ ધારક ઈ-ગ્રામ કેન્દ્રમાં જઈ e-KYC કરાવી શકે છે.
- મામલતદાર કચેરી/મહાનગર પાલિકા કચેરીમાં: રેશનકાર્ડ ધારક શહેર વિસ્તારમાં પુરવઠા વિભાગની કચેરીમાં રૂબરૂ જઈ e-KYC કરી શકે છે
ઘરે બેઠા રેશનકાર્ડ ekyc કરવાના સ્ટેપ
Step:1
સૌ પ્રથમ Google Play માં જવું તે જઈ My Ration નામની એપ્લીકેશન ફોનમાં ઇન્સ્ટોલ કરવી અને તેને open કરવી.
Step:2
ત્યાર બાદ આપનો મોબાઈલ નંબર એન્ટર કરવો હવે તમારા મોબાઈલમાં ટેક્સ મેસેજ થી OTP કોડ આવશે તે એન્ટર કરવો.
Step:3
હવે એપ્લિકેશન ઓપન થશે તેમાં આધાર e-kyc ઉપર ક્લિક કરવું, હવે એક લખાણ જોવા મળશે તે વાંચવું અને ત્યાર બાદ ફરીથી play store માં જઈને Aadhaar FaceRd નામની એપ્લિકેશન પણ ફોનમાં ઇન્સ્ટોલ કરી લેવી..
Step: 4
ત્યાર બાદ નીચે લખેલું જોવા મળશે કે ઉપરની સૂચનાઓ મેં વાંચી છે તેની સામેના બોક્સમાં ટિક કરી કાર્ડની વિગતો મેળવો તેની ઉપર ક્લિક કરવું.
Step:5
હવે આપનો રેશનકાર્ડ નંબર એન્ટર કરવો અને બાજુમાં બતાવેલ કોડ એન્ટર કરવો તેમજ કાર્ડના સભ્યોની વિગતો મેળવો ઉપર ક્લિક કરવું, હવે આધાર e-kyc માટે સભ્ય પસંદ કરો ઉપર કિલક કરી જેનું e-kyc કરવાનું હોય તેનું નામ પસંદ કરવું.
Step:6
આ સભ્યમાં આધાર e-kyc કરો તેની ઉપર ક્લિક કરો, હવે હું સંમતિ સ્વીકારું છું તેની સામેના બોક્સમાં ટિક અને ઓટીપી જનરેટ કરો ઉપર ક્લીક કરવું.
Step: 7
હવે આપના ફોનમાં otp કોડ આવશે તે એન્ટર કરવો અને ઓટીપી ચકાસો ઉપર ક્લિક કરવું, હવે ઉપર બતાવે છે તેમ AadharFaceRD એપ્લિકેશન નાખેલ હશે તો ઓટોમેટીક કેમેરો ઓપન થયી જશે.
Step:8
તમારા ચહેરાની બિલકુલ સામે ફોનનો કેમેરો રાખવો અને એક બે વાર આંખ બંધ કરવી અને ખોલવી, હવે જો તમારો ચહેરો મેચ થઈ જશે તો તમારા આધારની વિગતો લખેલી જોવા મળશે.
જન્મ તારીખ, નામ, સરનામું અને ફોટો
તેની નીચેની બાજુએ લીલા અક્ષરોમાં “મંજૂરી માટે વિગતો મોક્લો” તેવું લખેલું જોવા મળશે તેની ઉપર ક્લિક કરવું.
Face Captured Successfully
હવે તમને તમારો રેશનકાર્ડ નંબર લખેલો જોવા મળશે, અને અંગ્રેજી માં લખેલું જોવા મળશે કે,
Request sent to concern supply office for approval
એટલે કે તમારી વિનંતી સબંધિત પુરવઠા કચેરીને મંજૂરી માટે મોકલવામાં આવી છે.
રેશનકાર્ડ e KYC કરવાની સ્ટેપ બાય સ્ટેપ માહિતી વિડિઓ દ્વારા સમજીએ અહીંથી
e KYC માટે MY RATION એપ ડાઉનલોડ કરો અહીંથી
રેશનકાર્ડ eKYC સ્ટેટસ ઓનલાઈન ચેક કરવાની પ્રક્રિયા | Ration Card E KYC Status Check
- ખાદ્ય પુરવઠા વિભાગની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો: https://dcs-dof.gujarat.gov.in/pardarshita-portal-guj.htm
- હોમપેજ પર, તમારા રાજ્યના ખાદ્ય સુરક્ષા પોર્ટલ માટેની લિંક પસંદ કરો.
- રાજ્યના પોર્ટલ પર તમારો રેશન કાર્ડ નંબર દાખલ કરો.
- “રેશન કાર્ડ eKYC સ્ટેટસ” વિકલ્પ પર ક્લિક કરો.
- તમારા રેશન કાર્ડની વિગતો દેખાશે. જો તમારું eKYC પૂર્ણ છે, તો તે “હા” બતાવશે, નહિ તો “ના.”
આ પગલાંને અનુસરીને, તમે સરળતાથી તમારા રેશન કાર્ડ eKYC સ્ટેટસને ઓનલાઈન ચેક કરી શકો છો અને રેશન કાર્ડ યોજનામાંથી સતત લાભો સુનિશ્ચિત કરી શકો છો
Post a Comment